આ અશાંત સમયમાં ક્યાંક કોઈ આરામ છે
એક મંત્ર, એક વિચાર દેતો કોઈ તાકાત છે.
અટપટા આ આટાપાટામાં કોઈ તો ચાલ છે.
વટાવો એ! ને સમજાય, વિકાસ પ્રદાન છે.
ખેંચાખેંચી, હારજીતમાં કોઈ તો અવકાશ છે.
પતાવીને પાછું જોતાં દેખાતું યોગદાન છે.
સીધી રેખા નથી જિંદગી, કોઈ તો હિસાબ છે!
અક્રવક્રની ચડઊતર ક્ષમતાવર્ધક અપાર છે.
કાઢવો આ સમય રહ્યો, કોઈ ક્યાં ઊપાય છે
અટપટા આ આટાપાટામાં કોઈ તો ચાલ છે.
વટાવો એ! ને સમજાય, વિકાસ પ્રદાન છે.
ખેંચાખેંચી, હારજીતમાં કોઈ તો અવકાશ છે.
પતાવીને પાછું જોતાં દેખાતું યોગદાન છે.
સીધી રેખા નથી જિંદગી, કોઈ તો હિસાબ છે!
અક્રવક્રની ચડઊતર ક્ષમતાવર્ધક અપાર છે.
કાઢવો આ સમય રહ્યો, કોઈ ક્યાં ઊપાય છે
જીવન જ છે મહામૂલું! મૃત્યુ થોડો પર્યાય છે?
જીવવાનું છે અને ખેલદીલીથી જીવી જવાનું છે. જિંદગીમાં દરેક તબક્કે કંઈક લઈને, કેટલુંય મૂકીને જવાનું છે. અને એટલે જ પાછું વળીને જોવામાં મઝા છે. ક્યાંક અણછાજતો રંજ અથવા ફેરબદલનો ભાવ હાવી થાય એ પહેલાં જ જીવાતી જિંદગીનો અહોભાવ કામ કરી જાય...
એક નહીં અનેકો ઉદાહરણો, કિસ્સાઓ નજર સામેથી ફેરવી કાઢે અને લખલૂટ આભાર ભાવ છલકાવી જાય.
ક્ષણમાં મનુષ્યને પકડી રાખવા માટે આંતરિક વાતાવરણ બદલાવી જાય!
સ્વ વિકાસ અને સફળ વિકાસ ગુરૂત્વાકર્ષણ જેવાં છે. વ્યક્તિ અનાયાસે આકર્ષાતો રહે છે. એ જ જાણે ગતિ અને ગતિદિશા બની રહે છે.
કાદવમાંથી માટી રહી જાય છે પણ કમળ ઉગી જાય છે. અહીં કાદવ અને કમળનાં સ્વભાવની સાથેસાથે જિંદગીનો પણ સ્વભાવ કામ કરી જાય છે. સુંદર કશુંક જરૂર સર્જી જાય છે.
જિંદગી શીખનાં નિયમ પર ચાલે છે.
જ્યાં જેટલું જેવું મળ્યું, શિક્ષણ બની જાય છે. કોઈ તંતુ, કોઈ છેડો, કોઈ પ્રાસ, કોઈ વિચાર, કોઈ કારણ પ્રેરણા બની જાય છે.
મૃત્યુની સામે લડત વ્યક્તિ કે એનું શરીર કરે એ પહેલાં જ આવા કંઈક પ્રસંગો વણતી જિંદગી જ હંફાવી જાય છે.
વ્યક્તિએ જરૂર રહે છે પછી એ વલણ અને એ વ્યવહાર, વર્તનને વળગી રહેવું અને એમાં વૃદ્ધિ જાણવી...
પછી બધું જ આપોઆપ ગોઠવાઈ જતું હોય છે...
પ્રભુની વ્યવસ્થા કણે કણે કમાલ!
જય હો!
સાદર ...
- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧૮
Flower Name: Ipomoea lobata [Mina lobata]
Spanish flag
Significance: LearningSpanish flag
Thirst to Learn
One of the qualities that facilitate integral progress.
No comments:
Post a Comment