તવ બક્ષ્યી સૌગાત, મા!
જોજનોમાં વિસ્તરવા તૈયાર
પ્રચંડ બુલંદ તવ રણકાર
જગ જાણશે પૂર્ણનો શ્વાસ.
અલ્પ ને હતો અલ્પવિરામ,
પૂર્ણતાનો એ ક્યાંથી પર્યાય?
પૂર્ણયોગ જ પૂર્ણવિરામ
જગ જાણશે ન ખપે મર્યાદ!
બસ મા! તુજ ધરી સુકાન,
વહાવી રહે પૂર્ણતાનું વહાણ,
આટોપવા સમસ્ત પૂર્ણતયા
જગ જાણશે સત્ય અબાધ.
આ અસ્તિત્વે તવ સંધાન
અંતઃબાહ્ય નખશીખ સાંગોપાંગ
એજ ઐક્ય જીવન આધાર
જગ જાણશે તવ દીધી શરૂઆત...
જય હો પ્રભુ!
જૂન ૨૦૧૯
Flower Name: Primula
Primrose
Significance: Growth
It will multiply and assert its right to be
No comments:
Post a Comment