Monday, 24 June 2019

મુખોટા કૃત્રિમ ને છીછરા ...


ઉતાર એ બનાવટી પહેરેદાર
મુખોટા કૃત્રિમ ને છીછરા હાવભાવ! 

નથી એમાં કશુંય દળદાર.
ફક્ત દેખાડો! બનાવટી ને ભપકાદાર!

લીપાપોતી ન હોય સૌંદર્યવાન
એ પછી કેમ ન હોય શણગાર કે શૃંગાર.

હાસ્ય પણ જો ન સહજ ખિલખિલાટ 
પહેરવું પડે જબરજસ્તી તો ગણતરીબાજ.

ચેતી જા! ને ચેતીને ચાલ...
વલણ, અભિગમ આવાં રખેને માંડે પગપેસાર.

વિદાય દેવી વેળાસર વિના આવકાર.
અંતરેથી જે સાચાં એ જ વહેતાં જોજનો સડસડાટ ...

પ્રભુચેતના જ માર્ગવિસ્તાર...

જૂન ૨૦૧


Flower Name: Kaempferia rotunda
Resurrection lily, Tropical crocus
Significance: Vital Honesty
Not to allow our sensations and desires to falsify our judgment and determine our actions.

No comments:

Post a Comment