તકલીફોને ત્રાજવે મૂકી જોખવાનું મૂક,
સચોટ માપ લઈ એનું નામાનિધાન મૂક,
વર્ગીકરણનાં ચોખટાંમાં વહેંચવાનું મૂક,
વીતેલાં સંદર્ભો સાથે તોલમોલને મૂક,
ભાવિનાં માળખામાં બેસાડવાનું મૂક,
રટણોનાં ચક્કરોમાં વણવાનું મૂક,
અનેક અસહ્યરૂપે ઘૂસતું કલ્પનાગાન મૂક,
પુનરાગમનથી વારેવારે નોંતરવાનું મૂક,
પુનરાવર્તનને અસહાયતાથી વશ થવાનું મૂક,
તકલીફનો ચહેરો તું નથી,
ઓળખ બનાવવાનું મૂક.
હસ્તી એની પ્રબળ નથી,
અસરગ્રસ્ત થવાનું મૂક.
મજબૂત મક્કમ સ્વશક્ત સ્મિત સહજ તું.
સમ કંકણ, ઊંચકીને અલગ કરી મૂક...
જય હો પ્રભો...
જૂન ૨૦૧૯
Flower Name: Delphinium
Larkspur
Significance: Soaring
Take your flight towards the heights.
No comments:
Post a Comment