Friday, 28 June 2019

વરસાવે પળો ભારોભાર...


યાદી ને યાદીઓ ઉભરાય
તોય યાદી ઓછી અંકાય
પ્રભુ, એક એક જાણ અજાણ
તવ દીધી ધન્ય પળો નિતાંત...

નરી નજરેય જાણે નજરાય
અત્ર ને ગત, બંનેથી હરખાય
પ્રભુ ખોબે ખોબે બક્ષે હજાર
અનન્ય ને અદ્-ભૂત અનેકો સોગાત...

સમજ પણ ઝૂકે એ અસિમાંત
પરત્વે, મૂક રહી માને આભાર
પ્રભુ, કેટકેટલું સમજાવે અથાગ!
હ્રદયથી જ શક્ય. સમજની બહાર...

અહો! કંઈક ને નવીન અનંતધાર
શું શું ન ઘટે કૃતજ્ઞતા કાજ
પ્રભુ અસીમ ખજાનાનો જાગીરદાર
જાણે, વરસાવે પળો ધન્યતાની ભારોભાર...

આ નગણ્ય અહીં આ ભવે અનરાધાર!
અશ્રુયુક્ત ને મુક્ત. ભીંજવે ઊજવે થકી ધન્યવાદ...

જૂન ૨૦૧


Flower Name: Merremia quinquefolia
Significance: Detailed Gratitude
The gratitude that awakens in us all the details of the Divine Grace.

No comments:

Post a Comment