વૃત્તિની શુદ્ધિમાં સમાઈ સત્-કર્મની ચાવી
આંતરબાહ્ય એક નીતિ આત્માસ્થાપી સ્થિતિ.
અસ્તિત્વ પૂંઠળે આત્મપુરૂષની ઉપસ્થિતિ
જીવંત જાગ્રત ઉદ્-ભવતી કરવા કાર્યવાહી.
પ્રાયોજિત દર કર્મ કાર્ય કર્તવ્ય કારણધારી,
હવે, 'પુરૂષ'ગતિ જ પ્રકૃતિ પર થશે પ્રભાવી.
સક્રિયતાને એક ઉદ્દેશ- પરમઆત્માની તૃપ્તિ
સામંજસ્ય થકી એકએક પ્રગતિથી પ્રગતિ ભણી
શુદ્ધ વૃત્તિમાં ઉપજાવી, નિપજાવે શુભ પ્રવૃત્તિ,
વિચાર, વ્યવહારે અરસપરસ મંગળમય વૃદ્ધિ...
જય હો !
Flower name: Stemmadenia litoralis [Stemmadenia galleottiana]
Significance: Purity in Action
When action is initiated by the Divine Will, it is pure.
No comments:
Post a Comment