Sunday, 31 May 2020

આ જળબિંદુને...



આ જળબિંદુને નીરખી રહું ક્યાંથી કેવું બદલાય,
ગોળાકારથી સપાટ ને અંતે બાષ્પીભવન વરાળ!

અંદર સમાયેલ દર કણ, સમૂહમાં માંડે પ્રવાસ
સહુ જાણે અદ્રશ્ય થવાનું, હળવે હળવે ને એકસાથ

ધરે કેવાં અગણિત રંગ રૂપ સ્વાદ પ્રકાર પ્રભાવ
છતાંય અવિચળ પારદર્શક મૂળ ને પ્રવાહી સ્વભાવ

ઘૂંટ ગળે ઉતરે તો હાશકારો ને તરસ છીપાય
ને ગળાડૂબથી વધુ તો જીવને માટે અભિશાપ

પ્રકૃતિનાં દર રૂપ પ્રકાર સંતુલનનાં સક્રિય રખેવાળ
જાગૃત બહુરૂપી બહુમુખી રક્ષક ભક્ષક હથિયાર

પંચમહાભૂતનું અદકેરું તત્ત્વ જીવજીવનને પ્રસાદ
અહો જળપ્રભુ! વંદુ વંદુ તમો પ્રેરણા ને સહજતા પ્રમાણ...

પ્રભો...

મે ૨૦૨૦


Flower Name: Porana volubilis
Bridal creeper, Horse-tail creeper, Snow creeper
Significance: Water
Fluid, abundant and pure.

Saturday, 30 May 2020

ને ચાલ્યો...થંભ્યો કારભાર!


ને ચાલ્યો...થંભ્યો કારભાર!

જીંદગીએ કર્યો મૃત્યુનો સ્વીકાર
ઘડીક થંભીને દીધું સન્માન
પછી ધબકારે જીત્યો પળપ્રવાહ
ને શ્વાસને કીધું “અલવિદા”!

મહામારીમાં અટવાયેલ માનવજાત
રોજગાર ચૂકયો પણ ન ધબકાર 
જ્યાં જ્યાં હતાં પ્રશ્ર્નોમાં શ્વાસ
થંભી દીધો સાથ સહકાર

પ્રકૃતિ ભરતી વિવિધ વળાંક
પ્રત્યેક અતિશયોક્તિને પ્રતિભાવ
માનવજાત જાણે મળ્યો ઉપાય
ને બીજે ખૂણે ગુમાવતો સંતુલન શાંત

ધબકાર શ્ર્વાસનો આમ ચાલતો વ્યવહાર
જરૂરિયાત બંનેની ને છતાં પર્યાય
ચૂંટણી થતી રહેવાની ને જીતહાર
પલડું ડોલવાનું સમતોલન કાજ

જીવંત રહેવું ગમે તે સ્થિતિસાર
સતત રહેવાં સ્વીકાર અને સન્માન
પરિસ્થિતિ પ્રકાર ને પ્રમાણ
વધઘટ ને વૈવિધ્ય કેળવતાં મનુષ્યજાત...

પ્રભો...તવ ગતિ તવ આધાર...

મે ૨૦૨૦


Flower Name: Ipomoea lobata Mina lobata
Spanish flag
Significance: Thirst to Learn
One of the qualities that facilitate integral progress.

Friday, 29 May 2020

અદ્-ભૂત મૂળતત્ત્વ!


હવાને પણ ક્યાં એકસરખું રહેવાનું થાય,
બની રહે સાવ સુકી તો ક્યારેક મહેકતી ભીનાશ!

અદ્રશ્ય પણ અભિન્ન અંગ જીવન પ્રત્યે મનાય
અસ્તિત્વ વિહીન ને છતાં સર્વસ્વનું શ્વસન પ્રમાણ 

હલકી ફુલકી નજાણીતી ને અમાપ વ્યાપ
વાતાવરણનાં અલગાવ વગર ને છતાં અલાયદું યોગદાન

ભળી જવું સ્વભાવ ને પૃષ્ઠભૂમાં અડીખમ વરતાય
કણ કણ ને અનિવાર્ય ને પોતે કણથી બેમર્યાદ

સૃષ્ટિનો અનન્ય અંગ ને છતાં હાથમાં ક્યાં પકડાય?
પાણી પણ શ્વસે એથી એ હવા ‘હવા’ વગર ઓળખાય

પંચમહાભૂત તણું અદ્-ભૂત તત્ત્વ મૂળ અનિવાર્ય 
સ્થિતિસ્થાપકતા સ્થિરતા ને ગુણ ગતિ ભારોભાર ...

પ્રભો સર્જન જોરદાર...

મે ૨૦૨૦


Flower Name: Cestrum nocturnum
Lady of the night, Night jessamine
Significance: Air
Light, subtle almost invisible.

Thursday, 28 May 2020

આપ પ્રેમભરી વિદાય...


જરા ચેતીને ચાલ, આપ પ્રેમભરી વિદાય
એવો એક પડાવ, જ્યાં યાદો બનતી વર્તમાન

એ જ! ત્યાંથી જ, એમ જ થતી શરૂઆત
ને વ્યક્તિ ફરી એ ચક્કરમાં! અજાણતાં જ આમ!

પધરાવવાં દરેક વાગોળ...વાત કે વિચાર
ગત સંલગ્ન વ્યક્તિ, સંબંધ, ઘટના, પ્રત્યાઘાત 

હરતાં ફરતાં અચાનક ઉભરાઈ આવતાં ક્યાંક
ફરી જીવાતાં, જાણે બની રહેયું હોય અત્યારે તત્કાલ

ને વેગ મળતો એ સુષુપ્તિમાં છુપાયેલને ફરીવાર
ઘડતર બને ભાવ-વિચાર ઉર્જાથી ને અમલ તૈયાર

માન્યતાઓ ને વિગતોને સંમતિ પણ ભજવે ભાગ
જાતજાતનાં પરિબળો ઘસી ઘડતાં રહે ભવિષ્યકાળ

એ સઘળાંનું પોટલું બાંધી અર્પણ કરવું રહી સભાન
ચૈત્ય સમજાવે ને નિદર્શે જ્યાં જેવો જરૂરી હોમ ભૂતકાળ...

પ્રભો...

મે ૨૦૨૦


Flower Name: Hibiscus rosa-sinensis 'Splash'
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China
Significance: Manifold Power of the New Creation (Manifold power of Auroville) 
The new creation will be rich in possibilities.

Wednesday, 27 May 2020

... Pulled up the string to disperse ...



Thank you to the Divine Mother!
To show the human race the real commander 

However progressive the man made system
Nothing can be at par with Your equilibrium 

You held up the mess created by the Human
Abhorred silently till the avoidable havoc 

And then, as a part of nurturing nature
You simply pulled up the string to disperse 

For the cause You made the world to stand up
And reset the stage through your power

None could go against, defend any further 
You took the call, obeyed each mind, every single 

An invisible force started to drive the race whatsoever 
Every corner of the world understood You

O The Mother Nature! 
O The Divine Mother!
The Creatrix And The Nurturer!

Thank you...

May 2020


Flower Name: Rosa
Rose
Significance: Balance of the Nature in the Love for the Divine
Passive and active, calm and ardent, sweet and strong, silent and expressed.

Tuesday, 26 May 2020

મનોવિજ્ઞાનથી કર મહાત...


વિઘ્નને મનોવિજ્ઞાનથી કર મહાત
અવરોધની હસ્તીનો છેદ ઉડાવ

બેરોકટોક રહેવાની એની જાવન આવ,
અવરજવરથી થોડું થવાય નાસીપાસ!

બની શકે અવરોધક! જેવું જેનું કામ
જેને ભાગે જે પ્રકૃતિ નિર્મિત પડાવ

મનુષ્ય પાસે અસરકારક હથિયાર, 
કેળવવું બસ! હાથવગું જે થતું તૈયાર

તટસ્થ ને શુભભાવમાં જો આરંભાય
તો ભલભલાં અંતરાયો બને નિર્માલ્ય

ખુલ્લી બુદ્ધિશક્તિ જે મજબૂત શાંત 
તો કેળવાય અલાયદો અદ્રશ્ય માર્ગ

જે ઝીલે અવનવાં વલણ વ્યવહાર
સમજ વિકસે ને જાણે માત્રા દરકાર

નિ:સ્પૃહી નિષ્કિયતા કેટલી ક્યાં
ઉતરતી ઠરતી વસે જેટલી જરૂરિયાત...

પ્રભો...

મે ૨૦૨૦


Flower Name: Chonemorpha fragrans
Significance: Perfect Radiating Psychology
Can be obtained by acquiring the Divine vision.

Monday, 25 May 2020

વધુ અગત્યનું ...


ધ્યાનથી પણ વધુ અગત્યનું - થવું એકાગ્ર
સતત સઘળું વાળવું, મૂકવું મહીં ચૈત્યસ્થાન

શ્રી અદિતિ ચરણે જે છાતી મધ્યે બિરાજમાન
જાગૃત હાજરી ને ક્રિયાશીલ એકાગ્રતા સાથસાથ

કાર્યરત શરીર, સક્રિય મન કે વેગવંત પ્રાણ
સર્વે પ્રત્યેક સમય જોડે સભાનતામાં સંધાન

ન કોઈ મુદ્રા આધારિત ન કોઈ રીત વિધાન
નરી સભાન અવસ્થામાં જીવંત તંતુ ને જોડાણ

ન સમય પૂરતી, ઉર્જાશીલ કરતી પ્રક્રિયા ધ્યાન
પણ ચૈત્ય નિર્દેશ સંપાદિત અવિરત આદાનપ્રદાન

અસ્તિત્વ તત્પર ઝીલવા એક એક સૂચનસુઝાવ
ને નિરુપણ સંપૂર્ણપણે, થતું નિ:શેષ ચરિતાર્થ

પ્રભો પૃષ્ઠભૂમાં શ્વેતધાર...

મે ૨૦૨૦


Flower Name: Euphorbia milii
Crown of thorns, Christ thorn
Significance: Concentration
Does not aim an effect, but simple and persistent.

Sunday, 24 May 2020

ભાવોથી ભરાતો રહેલ ...



આત્માએ ધર્યો લખલૂટ શીખ પાઠ
ભાવોથી ભરાતો રહેલ મબલખ સાર

દર ભવે થતાં જમા વિવિધ તંતુતાર
અનુભવો ને શાણપણનો ઢગલો અપાર

જીવન પરત્વે ને વળી જીવન પશ્યાત
દર વિષય જ્ઞાનનું ભંડોળ હાજર તૈયાર

ફક્ત જરૂરી એટલું કે પહોંચવું ત્યાં
પસાર કરવાં રહે મન પ્રાણ પ્રભાવ

ભીતરે નિશ્ચિત ને નિશ્ચિંત આત્માધાર
ધરે જીવનકમાન ને લઈ ચાલે જીવનાડ

મન મતિ પ્રાણ શીખે આત્માની રાહ
સમજણ ડહાપણ સત્ થકી ભારોભાર

આત્માનિર્દેશકની હાજરી જ પર્યાપ્ત
બધું ગોઠવાતું બસ! એ જ માર્ગદર્શન ગ્રાહ...

પ્રભો...

મે ૨૦૨૦

Flower Name: Enterolobium saman
Rain tree, Saman, Monkey pod, Zamang
Significance: Wisdom
Can only be acquired through union with the Divine Consciousness.

Saturday, 23 May 2020

ગતિ છે ... ગતિ જ ...


ચાલતા રહેવું...

ગતિ છે સમયનું કામ 
ગતિ જ સમય સ્વભાવ

ગતિ છે સમસ્તની શાણ
ગતિથી જ સમસ્ત આબાદ

ગતિ છે સમષ્ટિ સુકાન
ગતિથી જ સમષ્ટિ સમૃદ્ધવાન

ગતિ છે સકળનું હથિયાર
ગતિથી જ સકળ સમાધાન

ગતિ છે સિદ્ધ તત્ત્વાર્થ 
ગતિથી જ સિદ્ધિ પડાવ

ગતિ છે પ્રગતિ પર્યાય
ગતિથી જ પ્રગતિનાં પ્રમાણ

ગતિ છે કારણ બદલાવ
ગતિથી જ બદલાવ ઉદ્દાત

ગતિ છે આત્માને સ્વીકાર્ય
ગતિથી આત્મા આત્મસાત

પ્રભો...ગતિમાં વહો તવ વહાવ...

મે ૨૦૨૦


Flower Name: Coffea
Coffee
Significance: Perfect Path
For each one it is the path that leads fastest to the Divine.

Friday, 22 May 2020

ફક્ત સપાટીનો વસવાટ...


અજાગ્રત અર્ધજાગ્રત મન શરીર પ્રાણ 
ઓળખે સર્વ પ્રવાહને પોતીકા ક્યાંક

આ વિશ્વ મહીં સઘળું વહેતું ન ઠરીઠામ
એકથી બીજામાં વહાવ ને વહેતો પ્રસાર

જેમાં મળ્યો સ્વીકાર બનતો એ મુકામ
સમય પુરતો જ, પછી આગળ પ્રવાસ

નબળું ભીતર ને ફક્ત સપાટીનો વસવાટ
એને સઘળું સ્પર્શે ને સઘળું માંગે વાસ

મન માને “આ જોઈએ જ, ને હોવું જોઈએ આમ”
પ્રાણ માંગે ઈચ્છાપુર્તિ, જતી આવતી તમામ

વાસના ભૂખ પરત્વે શરીર રહે અબાધ
અન્યમાં દીઠું સર્વકંઈ બની રહે અદમ્ય માંગ

તંત્ર અસ્તવ્યસ્ત બેરોકટોક ને બેલગામ 
ક્ષમતા પ્રગતિ રુચિ રહે ઢંકાયેલ ને બિનવપરાશ

નિત્યદિન ઠરવું મહીં ભીતરમાં ઉંડે ઉતરી શાંત
પ્રવાહ શોધવો સાચો, અનન્ય જે જરૂરી જણ વિકાસ...

પ્રભો...સકળ એક ને દેદીપ્યમાન...

મે ૨૦૨૦


Flower Name: Tectona grandis
Teak, Indian oak, Saga, Saigun
Significance: Renunciation of Desires
The essential condition for realisation.

Thursday, 21 May 2020

મહા માહિતગાર ...?


સમાચારોનાં ઝુંડમાંથી ઉપાડો એક આમ
પરિપેક્ષો મળશે વધુ ને હકીહતો જૂજ સાવ

માધ્યમોની માહિતીથી બનાવાતું જાણકાર
હોય એમાં પક્ષો વિપક્ષો ને મંતવ્ય વપરાશ

તથ્યોથી દૂર ને નરી હુંસાતુસીની ભરમાર
બેરોકટોક કસાકસી ને અલટપલટમાં પાયમાલ

મહા માહિતગાર હોવું એ આ સમયની માંગ
પણ એ ઢાળમાં લપસે એ ગર્તા થાય પૂરવાર

અડગ રહીને અલગ રહેવું એ ઠાલી દુનિયા આભાસ
ખરાં ક્ષમતા જોડાણથી દુર રાખે ને સતત રમમાણ

ભરી દેતાં મનસને નિરુપજનીય માહિતીથી ભારોભાર
ન વિકસીત ન ફળદ્રુપ ન કોઈ ઉપયોગ અનિવાર્ય 

ઢગલો અવકાશ રોકી લેતાં એ મર્યાદિત વાર્તાલાપ
બહોળો દિન સમય ‘માં વપરાતો એ દરમ્યાન

સઘળાં ઉપરછલ્લાં ને બિનજરૂરી આદાનપ્રદાન 
અળગાં રાખવાં, ઘટતાં રાખવાં રહી અવસ્પર્શ્ય એકાગ્ર...

ખરો ખજાનો ભીતરે બેઠો શાંત...

પ્રભો...

મે ૨૦૨૦


Flower Name: Saintpaulia ionantha
African violet, Usambara violet
Significance: Correct Movements
All movements are under the right inspiration.