Thursday, 15 January 2015

ખરું તારું ઝીણું...



મા, ખરું તારું ઝીણું, મુંગૂ કામ!
એક અણછડતો અણસાર
ને એમાં અડચણનો ઈલાજ!
માર્ગદર્શન સતત ને આશીર્વાદ

અજાગ્રત મનમાં દોડાદોડ,
આ કે તે કયો હશે ઊપાય!
રહે સમતા-શાંતિમાં જ બધું,
યોગ્ય માર્ગે, જ્યાં તમ નિવાસ!

ન અંદર બહાર ભાગાભાગ,
વર્ગીકરણ, મથામણ ને ઉચાટ!
રહે હેત, ધરપત ને સ્પષ્ટ,
સીધી દ્રષ્ટિ, તમ ફેલાયો પ્રકાશ!

બધું જ હોવાનું તે જ થતું-થવાનું!
રહે સ્થિર, લચીલું, મક્કમ ઊંડાણ!
સદા મોરલી બાળ સંગે,
જ્યાં માએ લાંગર્યું કૃપા-સુકાન!

- મોરલી પંડ્યા
જાન્યુઆરી ૧૫, ૨૦૧૫

Wednesday, 14 January 2015

You are ‘IS’...


You are ‘IS’, you only seated with,
Hear all, you only whatever one speaks!

You listen to praise, you only take critic,
Follow all, you only help in needs!

You with compassion, you only handle resistance
Bare all; you only give a way of solution!

You light-resource, you only tunnel enlightened,
Fuels for all, you only are light for ‘Morli’ follower!

-         Morli Pandya
January 15, 2015

Tuesday, 13 January 2015

હે સૂર્યદેવ, વરદો ધરાને...


હે સૂર્યદેવ, વરદો ધરાને નવસ્તર પ્રકાશનું
ઊત્તરાયણે ઝગમગે જેમ રંગબીરંગી આભલું

શ્યામ મઢી પૂનમનું શીતળ અજવાળું
આકાશ પ્રકાશનું, ભણી ધરતી, ઝુકાવવું

ભૂમિ ભીંજવવા, મેઘ ભરેલ વાદળું,
ટમટમતું લાવવું પૃથ્વી પર તારલું

મંદ, મસ્ત વહેતું ત્યાંથી પવન લહેરડું,
ટપકતાં મેઘબિંદ સજ્યું ભીનું ભીનું

નિરવ નિશામાં જેથી, ખીલતું ફૂલડું,
સુગંધિત સૃષ્ટિમાં, સૌંદર્ય અણુ અણુ

ઊગે અંકુર સમ નમ્ર અસ્તિત્વ, મનડું,
પ્રભુ જ્ઞાન-પ્રેમ, સંગે હ્રદય હરખતું

ઝૂકતા આ આભ કાજે ઝૂકે મોરલી હૈયું
પ્રભુ ચીતરેલ જગ લાગે કેવું રૂપકડું!
                                                                            … હે સૂર્યદેવ, વરદો 


-         મોરલી પંડ્યા
જાન્યુઆરી ૧૪, ૨૦૧૫
  



Monday, 12 January 2015

Systematically escalating...


Lord, Your consciousness systematically escalating
As each grade and step, in bits and inches digesting

The more arise mind, release stubborn vital grip,
Body attune to requisite, throughout day and night…

Thoughts, attitude, approach carefully get lifts,
System enable, absorb through actional shifts…

Aspiration in intense, shoots high for opening,
Receiver beneath empty, thirsty hollow beam…

Once awake, can one see flow of grace visibly,
Sincere call answered ‘Morli’ always progressively…

-         Morli Pandya
January 12, 2015




Sunday, 11 January 2015

જણ જણ હંમેશ...


મા, જણ જણ હંમેશ તૈયાર
તું અવાજ કર, એટલી વાર!

જાણ્યું, તારું દરેક કામ,
પ્રેમ વહેંચવાનું સદાકાળ!

એ જ રાહે ચાલવાનું, સદાય
પ્રેમ અર્થ જ મા; રૂપ ને નામ!

વહેંચાયે, વધે ભાવાર્થ-પ્રભાવ
સજીવ-નિર્જીવ, મજબૂત એકતાર!

અખૂટ આ મા-ખોળાંનો ભાવ
જીવે વસે, બને મોરલી તૃપ્ત આધાર!

-         મોરલી પંડ્યા
જાન્યુઆરી ૧૨, ૨૦૧૫


Saturday, 10 January 2015

In surrender...



In surrender, nothing goes off,
Blissful being, fueled soul,
Only gets to operate
From another level of
Consciousness-force in joy

Being active in work
Insight focus on job
With fruitful results
Yet not in line of,
De-link from success hold

More into doer mode
Into introspective tone
In collective thought
Total humble inward
Yet grounded on spot

How big or hard
The task to be done
Always on mission
Others’ good in center
To do, that’s what matters

Surrender has great strength
In appreciation of each moment
Foreseen as opportunity to act
Without incentive or expect
Lord’s grace flows always

Blessed are those who asset
Or earn this spirit source
By one side and always so
One would forever be in go,
Do and ‘Morli’ be done, of sort

- Morli Pandya
January 11, 2015

Friday, 9 January 2015

પ્રભુસ્થાન પહાડોમાં...


પ્રભુસ્થાન પહાડોમાં નહીં,
સંસારમાં પણ છે.
એની જરૂર ફક્ત ધ્યાનમાં નહીં,
ચેતનામાં પણ છે.

પ્રભુતા સાધુતામાં જ નહીં,
પણ માનવતામાં છે.
સાધુત્વની જરૂર સંસારત્યાગમાં નહીં,
સંસારધર્મ કર્તવ્યમાં પણ છે.

માનવજીવન તપસ્યામાં નહીં
પણ તટસ્થતામાં છે.
સમતા-શાંતિની જરૂર વિકટતામાં નહીં,
રોજિંદા વ્યવહારમાં છે.

આધ્યાત્મિકતા વૈરાગમાં નહીં,
સક્રિય જીવતરમાં પણ છે.
સમર્પણનાં મુખ્ય ગુણ સાથે, ‘મોરલી
સંપૂર્ણ આચરણમાં છે

-         મોરલી પંડ્યા
જાન્યુઆરી ૧૦, ૨૦૧૫


Thursday, 8 January 2015

મને તો મારો શ્યામ દિસે…


ચંન્દ્રમાની શીતળ છાંયડીમાં,
નિશા આભ ધવલ ઝગમગે!
જગને તોયે એમાં ડાઘ જડે
પણ મને તો મારો શ્યામ દિસેમને તો મારો

મલમલી વાદળીમાં અલપઝલપ,
શણગારે રાત તારલાંઓ સંગે!
જગને તોયે એમાં ડાઘ જડે
પણ મને તો મારો શ્યામ દિસેમને તો મારો

વદ-સુદ, વધ-ઘટની રમત,
તિથિ-તહેવારનું કારણ બને!
જગને તોયે એમાં ડાઘ જડે
પણ મને તો મારો શ્યામ દિસેમને તો મારો

શરદપૂનમે સોળે કળાએ,
ઊત્સવ રાત્રિ ધરતી ખીલવે!
જગને તોયે એમાં ડાઘ જડે
પણ મને તો મારો શ્યામ દિસેમને તો મારો

-         મોરલી પંડ્યા
જાન્યુઆરી ૯, ૨૦૧૫

Wednesday, 7 January 2015

One seek out...


One seeks out for you Lord,
You too look after for particular one!
The bond binds the consciousness thread…

One embodies you Lord,
You too happy to house in one!
The sharing groups the housemates…

One relies on you Lord,
You too enjoy that trust by one!
The interdependence lasts as faith…

One follows your direct Lord,
You too secure safer sail for one!
The protection creates, around thick shell…

One loves you Lord
You too delight; to love, be loved by ‘Morli’!
The sincere devotion merges both as One Soul…

-         Morli Pandya
January 7, 2015

Tuesday, 6 January 2015

મા, તું જાણે…


મા, તું જાણે
અવતરણને ક્યાં લઈ જવું
હરિફો, સ્થાપિતોની તારી દુનિયામાં
તું જાણે...એક એક મન સુધી કેમનું પહોંચવું?

તારું જ છે આ ઊતરેલું
ઊર્ધ્વ ભેદીને દેહસ્થ કરી શકું
આ જણ બહારની દુનિયામાં
તું જાણે...કયાં વિકલ્પે પહોંચતું કરવું?

ખ્યાલ પર ચાલે છે તારી દુનિયા
એક નવી કડી, જગ સર્વ શોધતું
દરેક પોતાની ઢબ, દુનિયામાં
તું જાણે... ક્યાં, કેવી રીતે વહેંચવું?

આધારનો સ્વીકાર તારો
ખુલ્લો રાખી, અભિમુખ રહી શકું
બાકી હુંસાતુંસીની તારી દુનિયામાં
તું જાણે... તું કહે એટલું મોરલી પીરસવું

-         મોરલી પંડ્યા
જાન્યુઆરી ૫, ૨૦૧૫
 



Monday, 5 January 2015

ઉર ઊંડે કે શીશ પારથી...


ઉર ઊંડે કે શીશ પારથી,
આ પ્રવાહ ક્યાંનો પધારે?
દેહનાં ખૂણે ખૂણે, રુંવે રુંવે
લહેર નહેર, વૃદ્ધિ પામે.

શ્વેત સોનેરી વહેણ ઉન્નત
દસે દિશા અજવાળે,
ચૈતન્યસભર શુભ સરવાણી,
અંતઃસ્થ  સમગ્ર ઊજાળે.

ધારણાશક્તિ દેહ મહીં
સુદ્રઢ સબળ પરમે,
અવતરણ તારું મા ભગવતી
સંપુર્ણ સુ-વ્યય પામે.

આધાર તારો દિનપ્રતિદિન
યોગ્ય, ગ્રાહ્ય બને,
તુજ હસ્તે જ્ઞાન પ્રવાહ
શીશથી સમસ્ત પ્રસરે.

અહો! આ ધારા! મા-પ્રભુરૂપ,
અંતરે આગમન અવતરે,
 આજ્ઞાંકિત, અનુરૂપ મોરલી
આભારી નિત પળે, નમે

-         મોરલી પંડ્યા
જાન્યુઆરી ૬, ૨૦૧૫

Sunday, 4 January 2015

Beauty in...free...state!



Beauty in light, free, un-string state!
Remain un-cling, by end of the day!

In clearing all unsolved day to day!
New freshness to greet in a new way!

Before bed just erase unnecessary bags,
Believe with day to get productive steps!

‘Clutches’, ‘Hangers’ leave must man
Or leave to beauty of Lord, have faith!

Opinions of others certainly change!
No matter, how much one take care!

Everything has own beauty, time, space!
Botheration, helps not, speed up the pace!

Built up self with inward clearance stamp!
That adds confidence and self to self attest!

Better to loosen up self for betterment!
Follow the voice soft sweet, beauty in itself!

Heart-soul never leaves but guides ‘Morli’
With, for and through Beauty to manifest!

-         Morli Pandya
January 4, 2015


  

 





Saturday, 3 January 2015

Beauty, the only flower power…


Beauty, the only flower power…
Beholder learns, be specific perceiver!

Shows significance of color nature…
Beholder learns, be natural enjoyer!

Convey marvel of universal creation…
Beholder learns, be actional wiser!

Classic symbolism of life cycle…
Beholder learns, be peaceful spectator!

Short span yet God offer-ance…
Beholder learns, be surrender learner!

Fragrant beauty ‘Morli’ earns heart…
Beholder learns, be divine deserver!

-         Morli Pandya
January 3, 2015

Friday, 2 January 2015

મા, હું ને તું...


મા, હું ને તું પસંદ અરસપરસની,
અન્યને ગમે-ન ગમે, એની પસંદગી

અનુકૂળ અનુરૂપ અન્યોન્ય દોરવણી,
પળ પળ પુરીએ જરૂર એકમેકની

લગની લાગી બંન્નેને એકબીજાની,
એકનું ઘટતું બીજું પૂરે, સમજ-સૂચનથી

સન્માન બંન્ને ભૂમિકાનું, ચેતના જુદીજુદી,
જાણીએ, પોતપોતાને સ્થાને બંન્ને અગત્યની

મા વગર; હું નહીં ને મા આ સ્વરૂપે નહીં,
જોડી સદાકાળ રહે, મા -મોરલી’, બહુમૂલી

- મોરલી પંડ્યા
જાન્યુઆરી ૨, ૨૦૧૪
 

Thursday, 1 January 2015

Oh Lord! My partner...


Oh Lord! My partner
Through you, soul garners!

Whether young or believer,
You take up and nurture!

Through light of wonder
Slowly invoke learner!

Lead to climb ladder,
Step up, human follower!

As soul comes forward,
The more be successor!

Then soul life lover
‘Morli’, one lives diviner…

-         Morli Pandya
January 1, 2015