મા, તું
જાણે…
અવતરણને
ક્યાં લઈ જવું
હરિફો, સ્થાપિતોની
તારી દુનિયામાં
તું
જાણે...એક એક મન સુધી કેમનું પહોંચવું?
તારું
જ છે આ ઊતરેલું
ઊર્ધ્વ
ભેદીને દેહસ્થ કરી શકું
આ જણ
બહારની દુનિયામાં
તું
જાણે...કયાં વિકલ્પે પહોંચતું કરવું?
ખ્યાલ
પર ચાલે છે
તારી દુનિયા
એક
નવી કડી, જગ સર્વ શોધતું
દરેક
પોતાની ઢબ, દુનિયામાં
તું
જાણે... ક્યાં, કેવી રીતે વહેંચવું?
આધારનો
સ્વીકાર તારો
ખુલ્લો
રાખી, અભિમુખ રહી શકું
બાકી
હુંસાતુંસીની તારી દુનિયામાં
તું
જાણે... તું કહે એટલું ‘મોરલી’ પીરસવું…
-
મોરલી પંડ્યા
જાન્યુઆરી
૫, ૨૦૧૫
|
No comments:
Post a Comment