Wednesday, 21 January 2015

મા, ક્યાં છો?


મા, ક્યાં છો? પધારો ભૂમિ ભણી,
ભીંજવતું જોઈએ, ચેતના વહેણ તારું અહીં

પારેવું, ફુલડું, છોડવું, જણ સઘળાં હ્રદય ભરી,
એક એક પોકારે, શાંતિ-કૃપા તારી અહીં

પૃથ્વી જણી તો જીવાડવી હરી ભરી,
પ્રાણ પૂર્યાં છે તો આવો, સંભાળો તમે અહીં

ઊડવાં, ખીલવાં દીધાં હ્રદય પ્રેમ ભરી
તો શ્વસે ક્યાંથી, વિના આનંદ અહીં

વધુ તીવ્ર, તેજધાર, દીસો ચૈતન્ય ધરી
માને મોરલી તવ ચેતના ઊધ્ધાર, નક્કી અહીં!

-         મોરલી પંડ્યા
જાન્યુઆરી ૨૧, ૨૦૧૫

No comments:

Post a Comment