કશું જ એવું નથી, જેની સ્વીકૃતી ના મળે,
બધી જ શક્યતાઓ, બધાં જ વિકલ્પો અહીં પ્રવર્તે.
પૃથ્વી ભરાઈ ગઈ છે, માનવસ્તરનું અનુભવીને,
જરૂર છે વધુ ઊંચા કુદકાની, જ્યાં નવીન હકીકતો વસે.
બહું થયું હવે, ચાલ્યું એનું એ, સમાંતરે બહુ એ,
એકવાર ઊંચાઈમાં સ્થાપિત, ગૌણ લાગશે આ, એ દિવસે.
એની એ ઘટમાળો, ચક્કરો, હરીફરીને એ જ રસ્તે,
એકની એક ગલીમાં ચાલ્યાં, હવે ફાંટો જોઈએ જે ડુંગરા
ચડે.
માનવજાત આમ જ ઘસાયા કરશે, ઝઝૂમતી રોજે રોજે
બહુ વેડફાયાં હવે,
પૂર્ણ ક્ષમતાં છતાં, મોળાં-ઊણાં સહુએ.
એક જણ પણ હાથ ઊંચો કરશે, ભલે ઉપર-નીચે, જે માળે-ખૂંણે,
સમસ્ત જાતને મળશે ‘મોરલી’, પ્રભુ હાથ ને પગથિયાં ચડવાને.
- મોરલી પંડ્યા
જાન્યુઆરી ૧૯,૨૦૧૫
|
No comments:
Post a Comment