ચંન્દ્રમાની શીતળ છાંયડીમાં,
નિશા આભ ધવલ ઝગમગે!
જગને તોયે એમાં ડાઘ જડે
પણ મને તો મારો શ્યામ દિસે…મને તો મારો…
મલમલી વાદળીમાં અલપઝલપ,
શણગારે રાત તારલાંઓ સંગે!
જગને તોયે એમાં ડાઘ જડે
પણ મને તો મારો શ્યામ દિસે…મને તો મારો…
વદ-સુદ, વધ-ઘટની રમત,
તિથિ-તહેવારનું કારણ બને!
જગને તોયે એમાં ડાઘ જડે
પણ મને તો મારો શ્યામ દિસે…મને તો મારો…
શરદપૂનમે સોળે કળાએ,
ઊત્સવ રાત્રિ ધરતી ખીલવે!
જગને તોયે એમાં ડાઘ જડે
પણ મને તો મારો શ્યામ દિસે…મને તો મારો…
-
મોરલી પંડ્યા
જાન્યુઆરી ૯, ૨૦૧૫
|
No comments:
Post a Comment