મા, હું ને તું પસંદ અરસપરસની,
અન્યને ગમે-ન ગમે, એની પસંદગી…
અનુકૂળ અનુરૂપ અન્યોન્ય દોરવણી,
પળ પળ પુરીએ જરૂર એકમેકની…
લગની લાગી બંન્નેને એકબીજાની,
એકનું ઘટતું બીજું પૂરે, સમજ-સૂચનથી…
સન્માન બંન્ને ભૂમિકાનું, ચેતના જુદીજુદી,
જાણીએ, પોતપોતાને સ્થાને બંન્ને અગત્યની…
મા વગર; હું નહીં ને મા આ સ્વરૂપે નહીં,
જોડી સદાકાળ રહે, મા -‘મોરલી’, બહુમૂલી…
- મોરલી પંડ્યા
જાન્યુઆરી ૨, ૨૦૧૪
|
No comments:
Post a Comment