Thursday, 15 January 2015

ખરું તારું ઝીણું...



મા, ખરું તારું ઝીણું, મુંગૂ કામ!
એક અણછડતો અણસાર
ને એમાં અડચણનો ઈલાજ!
માર્ગદર્શન સતત ને આશીર્વાદ

અજાગ્રત મનમાં દોડાદોડ,
આ કે તે કયો હશે ઊપાય!
રહે સમતા-શાંતિમાં જ બધું,
યોગ્ય માર્ગે, જ્યાં તમ નિવાસ!

ન અંદર બહાર ભાગાભાગ,
વર્ગીકરણ, મથામણ ને ઉચાટ!
રહે હેત, ધરપત ને સ્પષ્ટ,
સીધી દ્રષ્ટિ, તમ ફેલાયો પ્રકાશ!

બધું જ હોવાનું તે જ થતું-થવાનું!
રહે સ્થિર, લચીલું, મક્કમ ઊંડાણ!
સદા મોરલી બાળ સંગે,
જ્યાં માએ લાંગર્યું કૃપા-સુકાન!

- મોરલી પંડ્યા
જાન્યુઆરી ૧૫, ૨૦૧૫

No comments:

Post a Comment