Friday, 9 January 2015

પ્રભુસ્થાન પહાડોમાં...


પ્રભુસ્થાન પહાડોમાં નહીં,
સંસારમાં પણ છે.
એની જરૂર ફક્ત ધ્યાનમાં નહીં,
ચેતનામાં પણ છે.

પ્રભુતા સાધુતામાં જ નહીં,
પણ માનવતામાં છે.
સાધુત્વની જરૂર સંસારત્યાગમાં નહીં,
સંસારધર્મ કર્તવ્યમાં પણ છે.

માનવજીવન તપસ્યામાં નહીં
પણ તટસ્થતામાં છે.
સમતા-શાંતિની જરૂર વિકટતામાં નહીં,
રોજિંદા વ્યવહારમાં છે.

આધ્યાત્મિકતા વૈરાગમાં નહીં,
સક્રિય જીવતરમાં પણ છે.
સમર્પણનાં મુખ્ય ગુણ સાથે, ‘મોરલી
સંપૂર્ણ આચરણમાં છે

-         મોરલી પંડ્યા
જાન્યુઆરી ૧૦, ૨૦૧૫


No comments:

Post a Comment