Monday, 26 January 2015

કરુણા ઊંડે ઊંડે...


કરુણા ઊંડે ઊંડે દરેક હ્રદયમાં રહેતી,
બસ! બહાર આવવા જદ્દોજહેદ કરવી પડતી,
લાગણીનાં પ્રકારોમાંથી ઊતીર્ણ થતાં વધતી,
ફરક એટલો જ કે બધે સરખી ના સમજાતી.

મુંગા પશુ-પક્ષી, બાળ કે અસહાયને જોઈ
અચાનક ઊભરાતી, મદદ માટે દોડી, વહેંચાતી,
નજીકની વ્યક્તિ સાથે મન-સમીકરણમાં અટવાતી,
ફરક એટલો જ કે જુદા જ પ્રકારે અપેક્ષામાં ભીડાતી.

મોટેભાગે આ ગ્રંથિઓ વ્યક્તિમાં અગ્રસર વરતાતી,
પરપીડન ને સ્વપીડન, જાતદયામાં ક્યાંય ખોવાતી,
પોતે પહેલાં ધરાય પછી અન્યને વહેંચણી,
ફરક એટલો કે સામાન્ય બુદ્ધિ એને કરુણા માનતી.

પોતાને નથી કે નથી મળવાનું પોતાને! જાણી,
છતાં અન્ય માટે ભાવ-યત્ન, વિના અભાવ ધરી.
એ હ્રદયે, મન પર જીત ને બુદ્ધિને વશ કરી,
માનજો મોરલી સાચી ચોખ્ખી કરુણા ત્યાં વહેતી

-         મોરલી પંડ્યા
જાન્યુઆરી ૨૩૨૦૧૫


No comments:

Post a Comment