Friday, 23 January 2015

વંદન મા સરસ્વતી!


આકાર, નિરાકાર, સાકાર
તું જ આદ્યા સાક્ષાત!

તત્વ, જ્ઞાન, વિજ્ઞાન
તું જ પ્રવાહ શક્તિપાત!

ગુણ, નિર્ગુણ, સગુણ
તું જ આધ્યાત્મ તેજપ્રકાશ!

લય, સંવાદિત, સાયુજ્ય
તું જ અસ્ખલિત દિવ્યભાવ!

પ્રેમ, વ્હાલ, કરુણા
તું જ ગુણાતીત ગુણવાન!

જીવ, સજીવ, શાશ્વત
તું આત્મસ્થ મોરલી ચિરકાલ!

-         મોરલી પંડ્યા
જાન્યુઆરી ૨૩, ૨૦૧૫
  


No comments:

Post a Comment