કોઈનો વિરોધ, ’નો સ્વીકાર,
’ની મઝા જ કંઈક જુદી!
વિરોધી મુંઝાય, ન સમજાય
ક્યાં બાજી ઊંધી પડી?
વિચારીને સજ્યો’તો તખ્તો,
ઠસોઠસ અવરોધ ભરી!
નક્કી હતો, વળતો પ્રતિરોધ,
આ સંમતિ ક્યાંથી નીકળી?
અંતે તો પરિસ્થિતી, પક્ષ ગમેતે,
સ્વીકારમાં જ હલ ને ગતિ!
અંદેશો માનીને જ ચાલવું,
જવા દેવામાં જ ડહાપણ મતિ!
સમજો, અગત્યનું ને જરૂરી ‘મોરલી’
સ્વીકારમાં સંવાદિતા છે જીવતી!
વિરોધની હામી, પણ મતિમેળ જ
ભલેને પછી, અસહમતમાં સંમતિ!
-
મોરલી પંડ્યા
જાન્યુઆરી ૧૭, ૨૦૧૫
|
No comments:
Post a Comment