Tuesday, 13 January 2015

હે સૂર્યદેવ, વરદો ધરાને...


હે સૂર્યદેવ, વરદો ધરાને નવસ્તર પ્રકાશનું
ઊત્તરાયણે ઝગમગે જેમ રંગબીરંગી આભલું

શ્યામ મઢી પૂનમનું શીતળ અજવાળું
આકાશ પ્રકાશનું, ભણી ધરતી, ઝુકાવવું

ભૂમિ ભીંજવવા, મેઘ ભરેલ વાદળું,
ટમટમતું લાવવું પૃથ્વી પર તારલું

મંદ, મસ્ત વહેતું ત્યાંથી પવન લહેરડું,
ટપકતાં મેઘબિંદ સજ્યું ભીનું ભીનું

નિરવ નિશામાં જેથી, ખીલતું ફૂલડું,
સુગંધિત સૃષ્ટિમાં, સૌંદર્ય અણુ અણુ

ઊગે અંકુર સમ નમ્ર અસ્તિત્વ, મનડું,
પ્રભુ જ્ઞાન-પ્રેમ, સંગે હ્રદય હરખતું

ઝૂકતા આ આભ કાજે ઝૂકે મોરલી હૈયું
પ્રભુ ચીતરેલ જગ લાગે કેવું રૂપકડું!
                                                                            … હે સૂર્યદેવ, વરદો 


-         મોરલી પંડ્યા
જાન્યુઆરી ૧૪, ૨૦૧૫
  



No comments:

Post a Comment