ઉર ઊંડે કે શીશ પારથી,
આ પ્રવાહ ક્યાંનો પધારે?
દેહનાં ખૂણે ખૂણે, રુંવે રુંવે
લહેર નહેર, વૃદ્ધિ પામે.
શ્વેત સોનેરી વહેણ ઉન્નત
દસે દિશા અજવાળે,
ચૈતન્યસભર શુભ સરવાણી,
અંતઃસ્થ સમગ્ર ઊજાળે.
ધારણાશક્તિ દેહ મહીં
સુદ્રઢ સબળ પરમે,
અવતરણ તારું મા ભગવતી
સંપુર્ણ સુ-વ્યય પામે.
આધાર તારો દિનપ્રતિદિન
યોગ્ય, ગ્રાહ્ય બને,
તુજ હસ્તે જ્ઞાન પ્રવાહ
શીશથી સમસ્ત પ્રસરે.
અહો! આ ધારા! મા-પ્રભુરૂપ,
અંતરે આગમન અવતરે,
આજ્ઞાંકિત, અનુરૂપ ‘મોરલી’
આભારી નિત પળે, નમે…
-
મોરલી પંડ્યા
જાન્યુઆરી ૬, ૨૦૧૫ |
No comments:
Post a Comment