મા, જણ જણ હંમેશ તૈયાર
તું અવાજ કર, એટલી વાર!
જાણ્યું, તારું દરેક કામ,
પ્રેમ વહેંચવાનું સદાકાળ!
એ જ રાહે ચાલવાનું,
સદાય
પ્રેમ અર્થ જ મા;
રૂપ ને નામ!
વહેંચાયે, વધે ભાવાર્થ-પ્રભાવ
સજીવ-નિર્જીવ, મજબૂત એકતાર!
અખૂટ આ મા-ખોળાંનો ભાવ
જીવે વસે, બને ‘મોરલી’ તૃપ્ત આધાર!
-
મોરલી પંડ્યા
જાન્યુઆરી ૧૨, ૨૦૧૫
|
No comments:
Post a Comment