પહેલ કોણ કરે?
હરીફોની દુનિયામાં જતું કોણ કરે?
ધારણા છે પ્રવર્તતી,
છતાં કોણ અવગણે?
‘હું કેમ, હું જ કેમ’ માં, બધું ખોવે!
નાનમ, હાર કે નગણ્ય!
જેને જે સમજાય એ માને.
વાંક-વાંધાં, શોધે એટલા ઓછા પડે!
અંતે તો બંન્ને એકમેકની રાહ જુએ!
અહંકાર કોણ છોડે?
સામેથી બોલીએ તો ગરજ માને!
નબળાં ને ઢીલાં લાગીએ!
અંતે તો અંદર કુદાકુદ બંન્નેમાં ચાલે!
ચાલો, કાયમી આપસી સંમતિ કરીએ,
બધું મૂકી, સંવાદ સાધીએ!
પ્રાધાન્ય ‘મોરલી’ સંબંધને આપીએ.
અંતે પોતપોતાનો સ્વ-ભાવ તો સાચવીએ!
- મોરલી પંડ્યા
જાન્યુઆરી ૩૦, ૨૦૧૫
|
No comments:
Post a Comment