Wednesday, 28 January 2015

ક્યારેક વીતેલો સમય...


ક્યારેક વીતેલો સમય જુઠો લાગે!
પોતાનો માનેલો, જતનથી પાળેલો,
અચાનક આજે ભ્રમણા લાગે?

ક્યારેક સંબંધ-વચન ઠાલાં લાગે!
અરસપરસ વહેંચેલાં, નિષ્ઠામાં ઊગાડેલાં,
એકપક્ષી પોષાયાંતાં લાગે!

જરૂર હતી જ; એક જટકાની જાણે!
અટકી ને જોવામાં, નિરીક્ષક ને સાક્ષીમાં,
પગલું થોભીને મુકવાનીતી લાગે!

ભલે ઠોકર વાગીતી, શીખ લાગે!
ભાવના ને બળમાં, સમજ ને કદરમાં,
સન્માન સાથે ઊઠ્યાં જાણે!

સમય વીતેલો, હવે સાચ્ચો લાગે.
માણસ હલકો ફુલકો, તૈયાર મોરલી’,
એને જીવન જાણે, હવે નવસર્જિત લાગે!

-         મોરલી પંડ્યા
જાન્યુઆરી ૨૮, ૨૦૧૫

No comments:

Post a Comment