Sunday, 25 January 2015

પ્રજાસત્તાક દિને મમ ભાવ...


પ્રજાસત્તાક દિને મમ ભાવ મા-ભોમ તણો
રાષ્ટ્રમાન, જન્મભૂમિ પ્રભાવનો વિકસે નશો
બાળકો, યુવાનો કરે કંઈક જુદો જ નશો
સ્વ ભાગ-વૃત્તિ કરતાં સ્વ-ખોજનો વહોરે નશો

સત્ય-સૌંદર્યની શોધમાં ખીલવાનો નશો
સ્વપ્ન-સર્જન ભૂખમાં તત્પર-નિષ્ઠાનો નશો
પરિપેક્ષ-સંદર્ભ સમજ-જ્ઞાન જીતવાનો નશો
ઊંડેથી ક્ષમતા ખેંચતાં રહેવાંનો નશો

વિશ્વાસ, સન્માન સામ્રાજ્ય, રાજનો નશો
સૃષ્ટિ, પર્યાવરણ સંભાળનો નશો
ચરિત્ર, વિવેકબુદ્ધિ ટકાવવાનો નશો
નાત-જાત-લિંગ સમકક્ષ મૂકવાનો નશો

ભણતર-ગણતરમાં ખોવાવાનો નશો
નાવીન્યથી માનવસ્તરને ઊજાળવાનો નશો
અમાપ બુદ્ધિ સામર્થ્યને વિસ્તારવાનો નશો
સાથે સહ્રદય પ્રેમ પ્રસારવાનો નશો

આપી શું શકીએ, આવતી પઢીને, આથી વધું નશો
જીવ્યું તો જાણ્યું, સમજાયું! જીવે હવે મોરલી એજ નશો

-         મોરલી પંડ્યા
જાન્યુઆરી ૨૫, ૨૦૧૫


No comments:

Post a Comment