Monday, 16 February 2015
Sunday, 15 February 2015
સૂર્યપ્રકાશિત માર્ગ...
![]() |
સૂર્યપ્રકાશિત માર્ગ પર
ચંદ્રમાની શીતળ છાયા,
પ્રતિદિન અજવાળાં ઠારતી
પ્રભુ પરમચેતના…
ડગડગ, કણકણ સ્થિર
ક્રિયાશીલ પ્રક્રિયા,
સ્થૂળસૂક્ષ્મ પ્રેમરૂપ
નિર્મળ ધવલ શુદ્ધતા…
રુંવે રુંવે શાંતિ
બક્ષતી પ્રતિયોગ્યતા,
ક્ષણેક્ષણે પ્રભુ પ્રતાપસમ
જ્ઞાન સમતા સત્તત્વતા…
ઘડી-ઘાટ-ઘડતર અનુરૂપ
ઘટ ઘટ સમાતી સત્યતા,
જીવ-જણ-જીવતર યથાર્થ
‘મોરલી’ આનંદે શુભ્રતા…
-
મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૧૫, ૨૦૧૫
Saturday, 14 February 2015
પળપળમાં...
Friday, 13 February 2015
Love…love…
Thursday, 12 February 2015
It is a matter of...
Wednesday, 11 February 2015
અહો, આ વ્રજભૂમિ...
Tuesday, 10 February 2015
Compassion...
Monday, 9 February 2015
લે મા, ખસીને...
Sunday, 8 February 2015
Harmony in Self...
Saturday, 7 February 2015
આધાર તારો...
Friday, 6 February 2015
Words emboss...
Thursday, 5 February 2015
મારો માઘવ...
Wednesday, 4 February 2015
Light…endless light
Tuesday, 3 February 2015
હે આત્મસ્થ પ્રભુ!
Monday, 2 February 2015
Emergence of...
![]() |
Emergence of ideation, expression, action
For sure, natural, original truth revelation!
One may be skilled but no further updation!
One has ceased to new avenues and vast ocean.
Then no need to copy somebody’s ideation,
Stealing concepts with cover in ornamentation!
One must acknowledge others and their contribution,
Even tiniest idea, thought, once has become inspiration.
Just required to be the blessed, pure truthful one!
Go through the process of own, self purification.
Otherwise process stops automatically, no innovation!
One gets answered only ‘Morli’ when face situation!
Lord Bless All…
-
Morli Pandya
February 2, 2015
|
Sunday, 1 February 2015
પ્રેમ ભર્યું રાખવું…
![]() |
અંદર-બહાર, અદ્રશ્ય-તાદ્રશ્ય પ્રેમ ભર્યું રાખવું…
પ્રવેશતું-નીકળતું, તરંગ મોજું નિર્મળ,
શુદ્ધ રાખવું…
વાતાવરણ પ્રેમ-હેતનું, સદાય ઊભરાતું રાખવું…
લેતું-મૂકતું, દરેક આવતું-જતું,
તાજું થતું રાખવું…
પ્રેમ વિરુદ્ધ બધું જ પડળમાં ઓગળતું રાખવું…
સહેજ વિપરીત સ્પર્શ્યું તો પ્રેમ પામતું રાખવું…
કણ કણમાં સબળું, ખમતું, આ જ સંવેદન રાખવું…
સૌથી સક્ષમ પ્રભુવહેણ, ‘મોરલી’ હંમેશાં વહેતું રાખવું…
-
મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૧, ૨૦૧૫
|
Subscribe to:
Posts (Atom)