Sunday, 1 February 2015

પ્રેમ ભર્યું રાખવું…



અંદર-બહાર, અદ્રશ્ય-તાદ્રશ્ય પ્રેમ ભર્યું રાખવું
પ્રવેશતું-નીકળતું, તરંગ મોજું નિર્મળ, શુદ્ધ રાખવું

વાતાવરણ પ્રેમ-હેતનું, સદાય ઊભરાતું રાખવું
લેતું-મૂકતું, દરેક આવતું-જતું, તાજું થતું રાખવું

પ્રેમ વિરુદ્ધ બધું જ પડળમાં ઓગળતું રાખવું
સહેજ વિપરીત સ્પર્શ્યું તો પ્રેમ પામતું રાખવું

કણ કણમાં સબળું, ખમતું, આ જ સંવેદન રાખવું
સૌથી સક્ષમ પ્રભુવહેણ, ‘મોરલી હંમેશાં વહેતું રાખવું

-         મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૧, ૨૦૧૫


No comments:

Post a Comment