હે ભગવાન!
આ માણસ, તારાં નામ પર શું
શું ન કરતો?
વાદ-વિવાદ-વિખવાદ, બધું તારે માથે નાખતો!
જવાબદારી, ભૂમિકા, ફરજમાંથી ભાગી છૂટતો.
’ઈશ્વરઈચ્છા’નાં નામે કેટકેટલું, મનગમતું ખપાવતો!
પોકળ ત્યારે
લાગે, જ્યારે પોતાનાં
ભાગનું ન છોડતો.
કરવાનો વારો આવે ત્યારે જ, ઈશ્વર, સ્મરણમાં આવતો!
ભલુ થજો સર્વેનું 'મોરલી', પ્રભુ, તું છે બધું જોતો.
જેનું જે હોય અત્યારે, અંતે સાચ્ચી પ્રભુઈચ્છા
બનજો.
-
મોરલી પંડ્યા
માર્ચ ૧, ૨૦૧૫
|
No comments:
Post a Comment