Friday, 27 February 2015

આવતી પરોઢે...



આવતી પરોઢે નવાં કિરણો ફૂટશે,
સૂર્યોદય પાછો નવાં તેજબિંબ છોડશે,
ને અંબર-ધરતી તેજસ્વી આભા ઓઢશે.

જીવતાં, પાછાં જીવંત સ્વપ્નો વણશે,
વૃક્ષની ઘટાઓ, તાણીને ટટ્ટાર થશે,
ને ઊડાઊડ પારેવાં, ચણખોજ માંડશે.

ક્યાંક તરબોળ, હેમ હૈયું, પ્રભુ પોકારશે,
ક્યાંક કર્મો, પ્રભુબળમાં ઊગી નીકળશે,
ને પ્રભુઐકય, ગહન ઊંડાણ પામશે.

અહો! આ અદ્ભૂત ગતિચક્ર! ઘૂમતુ રહેશે,
ચોમેર, દિવ્યચેતનામાં વિસ્તરતું, ઊગરશે,
ને મા, તવચરણે 'મોરલી' ડૂબતૂં ઊછરશે...

-         મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૨૭, ૨૦૧૫

No comments:

Post a Comment