Monday, 9 February 2015

લે મા, ખસીને...


લે મા, ખસીને
જગ્યા કરી તારી,
ભાવ-આચાર-વિચાર પ્રદેશે
રાખવા તારી હાજરી.

હા મા, પ્રેક્ષક સક્રિય,
સમજે, જરૂર તારી
જીવન તરવાં, જીવ તારવાં,
જાણવી તારી હાજરી.

જો મા, સમજાયું,
જાત મર્યાદિત, જ્યાં કમી તારી,
કાચાં જીગરે, જીવે નાનું
વગર તારી હાજરી.

તો મા, હતું તારું,
રાખ પાસે તારી
ન ખપે આ જીવન હવે
વિના તારી હાજરી.

હાશ મા, જીવે તું,
આત્મ-મતિ-દેહ મોરલી સંભાળી,
બધું જ તું, બસ!
 તારી જ હાજરી સર્વવ્યાપી!

-         મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૯, ૨૦૧૫



No comments:

Post a Comment