સૂર્યપ્રકાશિત માર્ગ પર
ચંદ્રમાની શીતળ છાયા,
પ્રતિદિન અજવાળાં ઠારતી
પ્રભુ પરમચેતના…
ડગડગ, કણકણ સ્થિર
ક્રિયાશીલ પ્રક્રિયા,
સ્થૂળસૂક્ષ્મ પ્રેમરૂપ
નિર્મળ ધવલ શુદ્ધતા…
રુંવે રુંવે શાંતિ
બક્ષતી પ્રતિયોગ્યતા,
ક્ષણેક્ષણે પ્રભુ પ્રતાપસમ
જ્ઞાન સમતા સત્તત્વતા…
ઘડી-ઘાટ-ઘડતર અનુરૂપ
ઘટ ઘટ સમાતી સત્યતા,
જીવ-જણ-જીવતર યથાર્થ
‘મોરલી’ આનંદે શુભ્રતા…
-
મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૧૫, ૨૦૧૫
No comments:
Post a Comment