Saturday, 14 February 2015

પળપળમાં...


પળપળમાં ઠસોઠસ સર્જનશીલતા ભરી છે,
રણનીતીની ક્યાં કોઈ જગ્યા જ પડી છે?

પળપળમાં સતત ઘટીત, જ ઊકલતી છે,
ઊતરતી ને ખુલતી, જાણે બુદ્ધિને સાબિતી છે.


પળપળમાં વાસ્તવ ને ભાવિવાણી છૂપી છે,
કડી કડી ગોઠવાય ને ઘટના ઊપસી રહી છે.


પળપળમાં, જેતે પળમાં રહેવાની, ટેવ કેળવી  છે,
બસ! માણવાની ક્ષમતા, સ્વસ્થતા જ વધી છે.


પળપળમાં ઘટતું, પ્રભુપ્રસાદ જેણે માન્યું છે,
ત્યાં કૃપા પ્રેમસભર 'મોરલીવરસતી જ રહી છે.


-         મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૧૪, ૨૦૧૫




No comments:

Post a Comment