Wednesday, 18 February 2015

આજ ન દેખાતું...


આજ ન દેખાતું, કાલે ઊગી નીકળશે.
આશા નહીં વિશ્વાસ છે, ઊત્તમ પ્રગટશે.

ખોવાયેલું વાદળું, કાલે વરસતું આવશે.
માટીમાં છુપાયેલું બીજ, જરૂર ફૂટ લાવશે.

ખરેલી ડાળ, કાલે વસંતની કૂંપળ દેશે.
સૂકાયેલાં વહેણ, જરૂર નહેર બની વહેશે.

ઊતરેલી કાંચણી, નવાં રંગ ને આકાર પહેરશે.
નિસ્તેજ આંખોમાં, જરૂર જિંદગીની ચમક ઊભરાશે.

ભાંખોડીયું બાળ, કાલે ચેતનાની ઊડાન ભરશે.
ધબકતાં મન-હ્રદય, જરૂર નવીન પ્રકાશ ધરશે.

ઊકલતાં સમયમાં, કાલે પ્રભુબીજનાં મંડાણ હશે.
દેખાતાં માનવજન, જરૂર મોરલી દિવ્યબાળ બનશે.

-         મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૧૮, ૨૦૧૫
આ ભ્રહ્માંડ તારું, આ વિશ્વ તારું! 19.02.2014

No comments:

Post a Comment