Thursday, 5 February 2015

મારો માઘવ...


મારો માઘવ બ્રહ્માંડ કણકણમાં
પ્રેમ-ગુરુ-સખા જીવનલયમાં

માધવ વસે મારાં હ્રદયમાં
જાણે ગોપી સંગ ખેલે વૃંદાવનમાં

માધવ બિરાજે મારાં મનમંદિરમાં
જાણે પાર્થ સંગે રથસ્થ કુરુક્ષેત્રમાં

માધવ મહાલે મારાં ખુશ-સુખમાં
માંડે ઉધ્ધવ સંગે જાણે ગોષ્ઠી ગોકુળમાં

માધવ સદા મારાં શ્વાસ-ઉદ્ગારમાં
મધુર માણે મોરલી રસ માધવ-યોગમાં

-         મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૫, ૨૦૧૫



2 comments:

  1. મધવનું મધુરું મનન.ધન્યવાદ.

    ReplyDelete
    Replies
    1. આભાર...
      માધવ...માધવ...

      Delete