ફરીયાદ નથી
કોઈ તાક નથી
હરતું ફરતું રમતું છે
આ જીવન તારે ચરણે ધરી
બસ! ખાલી અમસ્તુ શ્વસતું
છે.
ન ગૂંથવું
કંઈ ન વાળવું કંઈ
પોત મલમલી લીસું છે
આ જીવન તારે ખોળે કરી
બસ! પાલવમાં લપેટાયેલ
શિશું છે.
અવશેષ નથી
કંઈ શેષ નથી
અત્ર તત્ર સર્વત્ર છે
આ જીવન તારે તેજે ભળી
બસ! ભાનુ કિરણમાં ઊગતું
છે.
તેં, ભરપૂર ભરી, અણુ કણુ દિપ્તી
ચૈત્યતત્વ જ સર્વસ્વ છે
‘મોરલી’ જીવન તારે ઊંબરે
ઝૂકી
બસ! પ્રેમ ઓઢતું, ખીલતું છે.
-
મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૨૧, ૨૦૧૫
કોઈ તારો હાથ કેમ છોડે? 21.02.2014
|
No comments:
Post a Comment