હે આત્મસ્થ પ્રભુ!
તું લઈ ચાલ આગળ સઘળું,
આ માનવમનનું શું ગજું!
તારી મહોર મળ્યે જીવન સબળું.
ઝંઝાવાતોમાં અગલબગલ સઘળું!
સ્વીકાર-સહકારનું પોષણ જબરુ,
તારાં ટેકે આ જીવન મજબૂત.
ડગલે-ડગલે, નવીનતામાં સઘળું!
ચેતનાપથ પર મક્કમ પગલું,
તારાં સહારે દોડતું જીવડું.
શાંતિ-સૌંદર્યમાં વેગીલું સઘળું!
ધારણા-ક્ષમતા, બસ! બક્ષતો રહે તું,
તારાં ખોળે બાળ નિશ્ચિંત પોઢતું.
‘મોરલી’ પ્રણામ…
-
મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૩, ૨૦૧૫
No comments:
Post a Comment