  | 
 
તેં
જ રાખી છે મા, 
ચાંપતી
પહેરેદારી મારી! 
ઊઠતાં-સૂતાં
સતત, 
રહેતી
હવે, જોડીદારી તારી… 
  
તેં
જ માંડી છે મા, 
અંતઃસ્થ
ભેખ ને ધુન મારી! 
હાલતાં-ચાલતાં
સતત, 
સાથે, હવે, જવાબદારી
તારી… 
  
તેં
જ મૂકી છે મા, 
ચોગમ
તકેદારી મારી! 
હસતાં-રમતાં
સતત, 
સંગે, હવે, રખેવાળી
તારી… 
  
તેં
જ દીધી છે મા, 
સલૂંણી
સંસાર-સવારી ‘મોરલી’ 
જીવતાં-મરતાં
પૂર્વે-પશ્ચાત, 
સતત
સંગે હવે, હાજરી તારી… 
  
-        
મોરલી પંડ્યા 
ફેબ્રુઆરી, ૨૦૧૫ 
  
 | 
YOU, the Harmony...22.02.2014
 
 
No comments:
Post a Comment