Saturday, 21 February 2015

બુદ્ધિને ઠારો ને...


બુદ્ધિને ઠારો ને મનને વારો
તો ક્ષમતા મેદાન મળે મોક્ળું.
મૌનની ક્યારીને પહોળી કરો
તો ચૈતન્ય ઊગી નીકળતું.

ઊર સ્થિત ધ્યાન ને છેદ શીશ પાર
તો સ્વર્ગ દેહાધિન થાતું.
એની પગથી પોતીકી રાખો
તો જીવતર ઈશ્વરદત્ત ચાલતું.

શાંતિ ઊતરી ને મતિ શકે શોષી
તો અલકમલક દોડી આવતું.
આધારમાં પચે ને કર્મમાં ફૂટે
તો હળવું ક્ષણક્ષણ જીવાતું.

કર્તવ્યનાં દોર્યાં ને અર્પણમાં છૂટયાં
તો આનંદનું ઘર મળી આવતું.
સમય આરપાર, પેલેપાર પહોંચ્યાં મોરલી
તો હ્રદયમાં હરિદ્વાર ખુલતું.

-         મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૨૨, ૨૦૧૫

No comments:

Post a Comment