અહો, આ વ્રજભૂમિની સંભળાતી વાંસળી!
લાગે હું ગોપી! થઈ ચાલી બાવરી!
સતત કર્ણે મધુરી, સુરીલી, સુંવાળી.
લાગે હું રાધા! થઈ ગોવિંદ સંગાથી!
લય, રાગમાં પ્રભુલીલા પીંછાણી.
લાગે હું મીરાં! થઈ શ્યામ દિવાની!
સૃષ્ટિ દિસે મોરપિંચ્છ સજી રળિયામણી.
‘મોરલી’ હું પ્રેમમયી! શ્રીકૃષ્ણ પ્યારી…
-
મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૧૦, ૨૦૧૫
No comments:
Post a Comment