Saturday, 7 February 2015

આધાર તારો...


મા, આધાર તારો ગ્રાહ્ય સબળો!
ચેતના ધોધને શોષતો ચોખ્ખો.

બુંદ અવ્યય, ન સાંખતો, પાક્કો!
તવ અવતરણ પોષતો, સાચ્ચો!

કર્તા અકર્તા, કર્મફળ સોંપતો!
નિશદિન, અર્પણ ઘટમાળો!

બસ! શાંતિ-પ્રેમ રહેઠાણ સજાવતો,
આનંદ પ્રભુદત્ત, આજીવન માણતો.

સન્માનમય જીવન, મા-કૃપા વધાવતો!
આભારી મોરલીમા સહ જીવતો!

-         મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૭, ૨૦૧૫



No comments:

Post a Comment