Sunday, 16 November 2014

O Mother, I think; I have...

O Mother, I think;

I have known you before
Something within
Very confirming, comforting therefore…

I have touched you before
Something deep in dip
So trustworthy and calm thereafter…

I have looked you before
Something everywhere
Just unique and integral henceforth…

I have loved you even before
Something felt intense
As pure as well splendid all over…

I have lived in you always
Something of you
In now as ‘Morli’ and ever yours forever…

-         Morli Pandya
November 16, 2014

Saturday, 15 November 2014

વિચારજો કે...

 કોઈની લાગણી દુભાવતાં વિચારજો કે
તમારો પણ કોઈની સાથે છે દિલનો નાતો!

બીજાં સાથે અભદ્ર થતાં વિચારજો કે
હોય વારા ફરતી વારોમારાં પછી તારો”!

કોઈનું લૂંટી, હાશ થાય તો વિચારજો કે
તમારું પણ કશુંક બીજાને લાગતું હશે ખજાનો !

ભ્રષ્ટાચાર કરતાં પહેલાં વિચારજો કે
સત્તા પરથી ઊતરવાનો આવશે ક્યારેક વારો!

ભગવાનને બાધામાં બાંધતાં વિચારજો કે
એ સ્તરમાં તમે મૂકી દીધો ભગવાન તમારો!

જાતને જેતે ઈચ્છા હાવી કરતાં વિચારજો કે
પરવડશે શું આ ઈચ્છાપૂર્તિ કે જાત-હોદ્દો ખોવો?

ઈચ્છો હિત-ક્ષેમ-મંગળ સર્વેનું, સાથે વિચારજો કે
સ્મરણમાં પ્રભુ રહે, અંતે તો મોરલી એ જ છે રખવાળો!

- મોરલી પંડ્યા
નવેમ્બર ૧૫, ૨૦૧૪



Friday, 14 November 2014

All...everywhere...


 All, Almighty Truth everywhere…
Its wish and will every stage…

All, Eternal Power everywhere…
Its strength and endurance every cell…

All, Infinite Knowledge everywhere…
Its sight and response every act…

All, Entire Original everywhere…
Its creation and designs every place…

All, Whole Singular everywhere…
Its form and shapes every space…

All, One Emergence everywhere…
It’s hidden and upfront every step…

All, Divine Grace everywhere…
In gratitude ‘Morli’ for every day…

-         Morli Pandya
November 14, 2014

Thursday, 13 November 2014

તારી જ મરજી…

બધું જ છે ફક્ત તારી ને તારી જ મરજી
માણસને મરજી આપી, એ પણ તારી જ મરજી

કોને કેટલી મરજીનો બનાવવો એ તારી મરજી
તારી મરજીમાં જીવે મરજીથી,એ પણ તારી જ મરજી

કોણ ક્યાં શું કરે, કેવી મરજીથી, એ તારી મરજી
કેટલી ક્યારે પકડે છોડે મરજી, એ પણ તારી જ મરજી

મરજીની સમજ, સમજથી મરજી એ તારી મરજી
સંજોગે-સત્સંગે ઘડાતી મરજી, એ પણ તારી જ મરજી

મરજીને મઠારતી મતિ આપી એ તારી મરજી
અપમાનતી-સન્માનતી મરજી, એ પણ તારી જ મરજી

માણસ મતિને અનુસરે મરજીથી, એ તારી મરજી
છતાં રહે સક્રિય મોરલી જાણી કે બધું છે તારી મરજી

- મોરલી પંડ્યા
નવેમ્બર ૧૩, ૨૦૧૪

 

Wednesday, 12 November 2014

Tearing...

Tearing in an instant
A sign of reiterated Faith and Gratitude

Establishing self in present
Touched by consciousness with magnitude

Immerse in flow within a second
Whole being participate with multitude

Immense, unuttered expression
Cannot help with, heart’s true attitude

Sure moments re-instigate,
Connect one and Lord in single tune

Beautiful unique state ‘Morli’,
Not many blessed with this fortitude

- Morli Pandya
November 12, 2014
  

Tuesday, 11 November 2014

જાતને હાંશિયામાં...પાનેપાને!

જાતને હાંશિયામાં મૂકી દો,
સ્થળ, સંજોગ, સંબંધનાં પાનેપાને!

દરેક હાંશિયામાં વહેંચાતાં રહો,
લખાણ-વિષય સાથે પાનેપાને!

હાંશિયામાં રહેવાં ટેવાતાં રહો,
ટેવ જરૂર ખેંચશે અંદર પાનેપાને!

હાંશિયાને કુદી જતાં-આવતાં રહો,
-થી પેલેપાર, કટોકટીમાં, પાનેપાને!

હાંશિયામાં રહી આખું પાનું જુઓ,
અભેદ દ્રષ્ટિ-વલણ કેળવો,પાનેપાને!

પાના પર રહી હાંશિયો બનતાં રહો,
ઓતપ્રોત છતાં અલિપ્ત મોરલી પાનેપાને!

- મોરલી પંડ્યા
નવેમ્બર ૧૧, ૨૦૧૪
  

Monday, 10 November 2014

અમે તો એક જ...

 અમે તો એક જ ડાળનાં પંખી!
મઝાનો માળો બાંધીશું

અમે તો જીવનભરનાં સાથી!
તાંતણે તાંતણે માળો સજાવશું

અમે તો વસંતની સુગંધનાં પ્રેમી!
માળો લીલો લીલો રાખીશું

અમે તો મેઘની ગર્જનાના આદી!
માળે ભીનાશ જાળવીશું

અમે તો વહેતાં નીર પ્રવાસી!
માળો ભરપૂર છલકાવીશું

અમે તો પ્રભુપ્રેમ પ્રસાદી!
મોરલી ચેતનાપ્રકાશથી ઊજાળશું

- મોરલી પંડ્યા
નવેમ્બર ૧૦, ૨૦૧૪

Sunday, 9 November 2014

Gratitude for Grace...

Remember!
પ્રભુ સાંભળ્યુ હતુ કે તમે કણ કણ માં છો.(http://morlipandya.blogspot.in/2013/11/blog-post.html)
The very first expression was exactly a year back…….
Celebrating the first anniversary... with heart in words...
With Ma’s blessings as always…

Gratitude for Gross and Subtle
Grateful for this Body and each Cell

Gratitude for Infinite and Finite
Grateful for this Mind and each Grade

Gratitude for Whole and One
Grateful for this Heart and each Flame

Gratitude for Entirety and Point
Grateful for this Self and each Part

Gratitude for Eternal and Absolute
Grateful for this Descent and each Call

Gratitude for Grace ‘Morli’ and Presence
Grateful for this Life and each Advance

-         Morli Pandya
November 9, 2014


Saturday, 8 November 2014

મને તો... સુખ...


 મને તો વિશ્વ મળ્યાંનું સુખ,
મને તો બ્રહ્મ બન્યાનું સુખ,
આ મનનાં ઝરુખેથી વિલીન થયાંનું સુખ મને તો

મને તો દેહ મળ્યાંનું સુખ,
મને તો સ્ત્રોત બન્યાંનું સુખ,
આ હ્રદયનાં ભોંયરેથી પોકાર્યાંનું સુખ મને તો

મને તો મતિ મળ્યાંનું સુખ,
મને તો કરણ બન્યાંનું સુખ,
આ જન્મનાં લક્ષ્યને સહર્ષ જીવ્યાંનું સુખ મને તો

મને પ્રભુ કૃપા મળ્યાંનું સુખ,
મને પ્રભુ પ્રેમ બન્યાંનું સુખ,
સ્વ-સમસ્ત એકરૂપ મોરલી જીવાતું અનેરું સુખ મને તો

- મોરલી પંડ્યા
નવેમ્બર ૮, ૨૦૧૪

 

Friday, 7 November 2014

Your consciousness-force...

 Oh Mother, every moment and molecule
Influx with your consciousness-force fused

Your force impregnates every depth and ground
Your consciousness penetrates in cell and surround

Your force establishes every move and bound
Your consciousness expands in stars and sanctum

Your force manifests in every nature and impound
Your consciousness commands farthest and tiniest now

‘Morli’ bows to your consciousness-force astound!
Infused sunlight bright with soothing moonlight profound!

-         Morli Pandya
November 7, 2014

Thursday, 6 November 2014

માણસે તો બસ...

                 માણસ એકલો, બેકલો કે સમૂહનો
માણસે તો બસ ચાલતાં રહેવું

રસ્તો લાંબો, સાંકડો કે ખરબચડો
માણસે તો બસ વધતાં રહેવું

ચોટી ઊંચીં, બર્ફીલી કે આધેની
માણસે તો બસ મચ્યાં રહેવું

વહેણ સ્થિર, ભરતી કે ઓટનું
માણસે તો બસ તરતાં રહેવું

આભ વરસતું, ગાજતું કે ગહેરાયું
માણસે તો બસ ઊડતાં રહેવું

સંસાર મીઠો, ખટકતો કે વૈરાગી
માણસે તો બસ મહાલતાં રહેવું

જીવન ગમતું, ભારે કે આમ જ જતું
માણસે તો મોરલી બસ સમર્પિત રહેવું

- મોરલી પંડ્યા
નવેમ્બર ૫, ૨૦૧૪


Wednesday, 5 November 2014

Not to be one more...

 Better decide not to be one more
Like father, mother or another

Each one here, a unique creature
Then why to duplicate one other?

If at all, then adopt in particular
Virtue, value or ethics to aspire!

If no dare and be blind follower,
Who live the set gifted by Originator?

Live with their blessing and care,
Without any fear of unknown or snare!

Reveal one’s own strength and more
No matter what’s age, explore!

Else life long conditioning, hamper!
Unconsciously pop up in ways various!

Determine to be self! Sooner the better,
 ‘Morli’ but to follow subconscious picture…

-         Morli Pandya
November 5, 2014 

Tuesday, 4 November 2014

હું તો બસ...

                                                
                  હું તો બસ લખું ને
શબ્દો તો એનાં વંચાય રે

હું તો બસ મૌન ને
વાણી તો એની બોલાય રે

હું તો બસ કર્યે જાઉં ને
ગુણવત્તા એ મૂકે રે

હું તો બસ ચાલ્યે જાઉં ને
એની પાંખે ઊડાવે રે

હું તો બસ કહ્યે જાઉં ને
રસ્તો તો એ બતાવે રે

હું તો બસ સમર્પિત ને
આ જાત એની દીધેલ રે

હું તો બસ દેખાઉં ને
મોરલી અંદર તો એ જ જીવે રે
   
- મોરલી પંડ્યા
નવેમ્બર , ૨૦૧૪


Monday, 3 November 2014

Equanimity...

 Equanimity means God’s presence!
One way or other, whatever’s acceptance!

Without rejection or resistance,
Allow as it is however seems hindrance!

Remain; parallel without fixation,
Humble in approach, ease without barrier!

Given a chance should put across,
Without imposing your own substance!

Give shoulder as equally needed space,
Without dragging self and essential substance!

No matter of happening, silence with solace
Time heals ‘Morli’ and things always just pass…

-         Morli Pandya
November 3, 2014
 

Sunday, 2 November 2014

કેવું અજોડ છે...

કેવું અજોડ છે આ સગપણ!
જન્મોજનમ સમર્પણનો સંબંધ!

જન્મેજન્મે સમજાય આ ગોઠવણ,
વધું ઊંડો તીવ્ર થતો જાય આ સંપર્ક!

અનુભવે આવે જરૂરી સમજણ
ઘડાતો ઘડાતો બને ડાહ્યો-પક્વ જણ

જ્યાં સુધી ન માને, છે એ હરિ-અંશ,
ઘટમાળ દોરી જાય ને ભંગાવે ભ્રમ!

એક સમય તો આવે જ, તૂટે અહં
સર્વસ્વ સામે હારે હોડ ને મૂકે ચડસ!

પ્રભુ જ સર્વોચ્ચ! સ્વીકારે વિના પ્રપંચ,
છોને હોય છેલ્લો શ્વાસ ને અંતિમ સમજ!

એ સાથેમોરલી’, ધરે સર્વ જીવન પ્રભુચરણ,
જીવ યાચે માફી થકી, માંગે જીવન તર્પણ

- મોરલી પંડ્યા
નવેમ્બર ૨, ૨૦૧૪