Thursday, 6 November 2014

માણસે તો બસ...

                 માણસ એકલો, બેકલો કે સમૂહનો
માણસે તો બસ ચાલતાં રહેવું

રસ્તો લાંબો, સાંકડો કે ખરબચડો
માણસે તો બસ વધતાં રહેવું

ચોટી ઊંચીં, બર્ફીલી કે આધેની
માણસે તો બસ મચ્યાં રહેવું

વહેણ સ્થિર, ભરતી કે ઓટનું
માણસે તો બસ તરતાં રહેવું

આભ વરસતું, ગાજતું કે ગહેરાયું
માણસે તો બસ ઊડતાં રહેવું

સંસાર મીઠો, ખટકતો કે વૈરાગી
માણસે તો બસ મહાલતાં રહેવું

જીવન ગમતું, ભારે કે આમ જ જતું
માણસે તો મોરલી બસ સમર્પિત રહેવું

- મોરલી પંડ્યા
નવેમ્બર ૫, ૨૦૧૪


No comments:

Post a Comment