નરમ, મુલાયમ, સુંવાળો પ્રેમ! 
ફેલાય અરસપરસ, રેલાય સાચો પ્રેમ! 
  
અમીજળ આંખો ને શીતળ મન, 
ન્યોછાવર પ્રાણ, હ્રદય મલકાવે પ્રેમ! 
  
પ્રતિસાદે ઊભરાય છળછળ પૂર, 
પાકતો, પકવાતો સાચો પ્રેમ! 
  
અડચણો વચ્ચે પણ સરકે વહેણ, 
ન રૂપ-રંગ બદલે કદી સાચો પ્રેમ! 
  
તીવ્ર, નિષ્ઠ ભાવ! ભલે ભિન્ન દેહ! 
જાત લૂંટાય પણ ન ખૂટે સાચો પ્રેમ!  
  
જ્યાં બન્ને પક્ષે ગ્રહણશીલ ચોખ્ખો પ્રેમ, 
સગપણ કોઈ પણ ‘મોરલી’, નિશ્ચિત એ સાચો પ્રેમ!  
  
- મોરલી પંડ્યા  
નવેમ્બર ૨૫, ૨૦૧૪ 
  
   
 | 
No comments:
Post a Comment