હ્રદયમાં મા ને મસ્તિષ્કમાં પ્રભુ!
સ્થૂળ-સૂક્ષ્મ કારક બેલડી!
કમાલ...કમાલ...હરિ તું…
ચવ-ચિત્સ્વરૂપ શિવ-શક્તિ, અમૂલ!
પુરુષ-પ્રકૃતિ, પર બેલડી!
કમાલ…કમાલ…હરિ તું…
કરુણામય પ્રજ્ઞાન અજોડ મા-પ્રભુ!
ગોચર-અગોચર રક્ષક બેલડી!
કમાલ…કમાલ…હરિ તું…
ઊગતી અભિપ્સા, ઝીલાતું
અવતરણ!
સાયુજ્ય સુયોજિત પૂરક બેલડી!
કમાલ…કમાલ…હરિ તું…
દેહસ્થ મા નિર્દેશક, ચેતના
પ્રેરક પ્રભુ!
આજન્મા ‘મોરલી’ નમન બેલડી!
કમાલ…કમાલ…હરિ તું…
- મોરલી
પંડ્યા
નવેમ્બર ૨૪, ૨૦૧૪
No comments:
Post a Comment