આ દેહસ્થ જ્યોત અગમ! 
પ્રજ્વલિત સ્થિર સઘન! 
  
શીતળ સુંવાળી હાજરી 
ને દિવ્ય પ્રકાશિત કિરણ! 
  
ઇંદ્રધનુષી રંગો પુષ્ટ, 
સફેદ પરમ લહેર! 
  
નક્કર આત્મસાત્ તેજ, 
બક્ષે, કર્મ ઓજસ! 
  
નમે ‘મોરલી’ હે સર્વસ્વ! 
હે ચૈતન્ય સ્વરૂપ! 
  
પ્રગટે, મનુષ્યે મનુષ્યે 
દિવ્ય પ્રકાશતું દીપરૂપ… 
  
- મોરલી પંડ્યા 
ડિસેમ્બર ૧, ૨૦૧૪ 
 
  
 | 
No comments:
Post a Comment