શુદ્ધ મબલખ વહેંચાયો, પછી આરપાર છે નીકળ્યો
આ પ્રેમ જે તેં લખલૂટ દીધો, હવે તારા સુધી પહોંચ્યો…
શીખ્યાં પ્રેમ વફાદારીમાં, પછી યોગ્ય રસ્તે છે વળ્યો
સંબંધોની સુગંધ માણી, હવે વહેણમાં સ્થિર ચાલ્યો…
આડુઅવળું બધું નકાર્યું, પછી પ્રેમને જ પ્રેમ છે દીધો
અભ્યાસ એકાગ્ર નિષ્ઠાનો, હવે તીરથી જેમ, છૂટ્યો…
લેણદેણ લેવડ-દેવડ, પછી તમ ભણી ઊંચે છે ચડ્યો
સ્વીકાર્યો, ચીંધ્યો તમે, હવે જ્યોતમાં રૂપાંતર પામ્યો…
ખીલી ખીલીને ફુવારો પછી સતરંગી ચોમેર છે પ્રસર્યો
દૂર દૂર સુધી વિસ્તરી હવે ઊર્ધ્વ ભેદતો નિખર્યો…
પ્રભુ આ પ્રેમ તેં કેવો અદભુત, અથાગ છે ઘડ્યો!
નમે ‘મોરલી’ તમને ને જેણે ભિન્ન સ્તરોમાં માણ્યો…
- મોરલી પંડ્યા
નવેમ્બર ૧, ૨૦૧૪
|
No comments:
Post a Comment