હું તો બસ લખું ને
શબ્દો તો એનાં વંચાય રે…
હું તો બસ મૌન ને
વાણી તો એની બોલાય રે…
હું તો બસ કર્યે જાઉં ને
ગુણવત્તા એ મૂકે રે…
હું તો બસ ચાલ્યે જાઉં ને
એની પાંખે ઊડાવે રે…
હું તો બસ કહ્યે જાઉં ને
રસ્તો તો એ બતાવે રે…
હું તો બસ સમર્પિત ને
આ જાત એની દીધેલ રે…
હું તો બસ દેખાઉં ને
‘મોરલી’ અંદર તો એ જ જીવે રે…
- મોરલી પંડ્યા
નવેમ્બર ૪,
૨૦૧૪
No comments:
Post a Comment