Tuesday, 11 November 2014

જાતને હાંશિયામાં...પાનેપાને!

જાતને હાંશિયામાં મૂકી દો,
સ્થળ, સંજોગ, સંબંધનાં પાનેપાને!

દરેક હાંશિયામાં વહેંચાતાં રહો,
લખાણ-વિષય સાથે પાનેપાને!

હાંશિયામાં રહેવાં ટેવાતાં રહો,
ટેવ જરૂર ખેંચશે અંદર પાનેપાને!

હાંશિયાને કુદી જતાં-આવતાં રહો,
-થી પેલેપાર, કટોકટીમાં, પાનેપાને!

હાંશિયામાં રહી આખું પાનું જુઓ,
અભેદ દ્રષ્ટિ-વલણ કેળવો,પાનેપાને!

પાના પર રહી હાંશિયો બનતાં રહો,
ઓતપ્રોત છતાં અલિપ્ત મોરલી પાનેપાને!

- મોરલી પંડ્યા
નવેમ્બર ૧૧, ૨૦૧૪
  

No comments:

Post a Comment