તું જ મારી સ્ફુરણા ને તું જ મારી પ્રેરણા,
આ જગમાં છિપાવે તું જ મારી જીવન-તૃષ્ણા…
તું જ મારો શબ્દ ને તું જ એનો અર્થ,
આ જગમાં સંતોષાતો તું જ મારો જીવન-મર્મ…
તું જ મારું નિશાન ને તું જ મારી રાહ,
આ જગમાં ખૂંદાતી તું જ મારી જીવન-દિશા…
તું જ મારું સ્પંદન ને તું જ મારું વલણ,
આ જગમાં મારું તું જ કરે જીવન-વહન…
તું જ મારું કારણ ને તું જ મારાવતી કર્તા,
‘મોરલી’ જગ, તવ ચરણે કર્તવ્ય કર્મ સદા…
- મોરલી પંડ્યા
નવેમ્બર ૧૯, ૨૦૧૪
|
No comments:
Post a Comment