Saturday, 29 November 2014

તારી, કેવી વફાદારી...


પ્રભુ, આજ હું જોઉં તારી, કેવી વફાદારી!
બંન્ને પક્ષ ગણે સરખા, જ્યાં તારી ભાગીદારી

શાંતિનાં મૂળ રોપી, નિભાવે તું સાથીદારી!
સંવાદિતા વહેતી રહે, લીધી તેં જવાબદારી

કાર્ય તારું, ગણે જગ ગમે તે, હું કોણ નકારનારી!
તારી સ્ફુરણા, તું જ રંગ ભરે, તું જ રથ-સારથી

જરૂરી બધું આવી મળે, તું જ કર્તા-કર્મ-પરિણામી!
સર્વે એથી શુભ-લાભ પામે તું જ છે કલ્યાણકારી

તારાં પૂર્ણોત્તમ રૂપને નમે મોરલી શીશ ઝુકાવી!
તું જ રાગ, તું જ આકાર, તું જ સર્વ-ઈષ્ટ-કારી

- મોરલી પંડ્યા
નવેમ્બર ૨૯, ૨૦૧૪ 

No comments:

Post a Comment