અમે તો એક જ ડાળનાં પંખી!
 
મઝાનો માળો બાંધીશું… 
  
અમે તો જીવનભરનાં સાથી! 
તાંતણે તાંતણે માળો સજાવશું… 
  
અમે તો વસંતની સુગંધનાં પ્રેમી! 
માળો લીલો લીલો રાખીશું… 
  
અમે તો મેઘની ગર્જનાના આદી! 
માળે ભીનાશ જાળવીશું… 
  
અમે તો વહેતાં નીર પ્રવાસી! 
માળો ભરપૂર છલકાવીશું… 
  
અમે તો પ્રભુપ્રેમ પ્રસાદી!  
‘મોરલી’ ચેતનાપ્રકાશથી ઊજાળશું… 
  
- મોરલી પંડ્યા  
નવેમ્બર ૧૦, ૨૦૧૪ 
 | 
No comments:
Post a Comment